ગુજરાતના શિક્ષણ પર વધુ એક કલંક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.COM ની પરીક્ષાનું પેપર ફૂટ્યું

પરીક્ષા પહેલા ‘લવલી યાર’ વોટ્સએપ ગ્રૂપમાં ફરતું થયું પેપર

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Comનું પેપર ફૂટવાની ઘટનામાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. તો આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે એમ જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસે હાલ પેપર ફોડવાના કેસમાં ત્રણ શકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે. તપ પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

અર્થશાસ્ત્રના પેપરનો સમય સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો હતો. પરંતુ પેપર સવારે 9 વાગ્ય 11 મિનિટે જ વોટ્સએપ પર વાયરલ થયું હતું. આ અંગે આમ આદમી પાર્ટીએ કુલપતિને આવેદન પત્ર આપ્યુ હતું જે બાદ કુલપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી.

ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ વિવિધ પરીક્ષાઓના કૌભાંડો બહાર આવી રહ્યાં છે. જેનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ હવે રાજકોટના 58 હજાર વિદ્યાર્થીઓની ઊંઘ ઉડાડી દે તેવી ચકચાર ઘટના બની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM નું પેપર ફૂટ્યુ છે. આ પેપર ‘લવલી યાર’ નામના વોટ્સએપ ગ્રૂપમા ફરતુ થયુ હોવાની વાત સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ અર્થશાસ્ત્રનું પેપર ફૂટ્યુ છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું છે. સાથે જ આગામી દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. આ ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ મામલે યુનિવર્સિટી પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા છે. પેપર આવ્યું કયાંથી તે બાબતે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. 

રાજ્યમાં આ પહેલા હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતુ જેના લઈ રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા અસિત વોરાને હટાવવા માંગ કરવામાં આવી રહી છે.

હેડ ક્લાર્ક પેપર લીક મામલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ વધુ તેજ બની છે. અસિત વોરાના રાજીનામાની પરીક્ષાર્થીઓ બાદ રાજકીય પક્ષોએ પણ તેમના રાજીનામાની માંગ કરી છે. તે સિવાય અસિત વોરાનું રાજીનામુ લેવા માટે સોશલ મીડિયામાં પણ માંગ ઉઠી છે. સોશલ મીડિયામાં અસિત વોરા સામે વોર શરૂ થયું છે. સોશિયલ મીડિયા પર #Resign_AsitVora ટ્રેંડ શરૂ થયો હતો.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી