સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ છલકાયો, 22 ગામને કરાયા એલર્ટ

ભાદર ડેમના દરવાજા ખોલતા જ નીચાણવાળા 22 જેટલા ગામોને કરાયા એલર્ટ

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-1 ડેમના તમામ દરવાજાઓ ખોલાયા છે. 29 દરવાજા 6 ફૂટ ખોલાયા છે.  ભાદર-1 ડેમમાં 57 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ભાદર-1 ડેમના તમામ દરવાજાઓ ખોલતા 22 ગામને એલર્ટ કરાયા છે.  

‘ગુલાબ’ વાવાઝોડાની રાજકોટમાં અસરથી ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં કલેકટર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે, NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. ત્યારે રાજકોટનો કોઈ વિસ્તાર વરસાદથી બાકી નથી. સમગ્ર રાજકોટમાં મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ ગોંડલ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગોંડલ શહેરની જીવાદોરી સમાન વેરી ડેમ ફરી ઓવરફ્લો થયો છે.

ભારે વરસાદથી ગોંડલની ગોંડલી નદીઓ ગાડીતૂ બની છે. ગોંડલ કંટોલિયા અને વોરાકોટડા ગામના લોકોને એલર્ટ કરાયાછે અને નદીકાંઠે ન જવા સૂચના અપાઇ છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. 

ગોંડલ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આટકોટ જસદણ પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેથી રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. રાજકોટમા મધ રાત્રે ફરી ગાજવીજ સાથે વારસાદ શરૂ થતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. લલુડી વોકરી અને પોપટપરા નલામાં પાણી ભરાયા છે. શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી