સૌરાષ્ટ્રના ચેતન સાકરીયાનું IPLમાં દમદાર ડેબ્યુ

ચાર ઓવરમાં 31 રન આપી ૩ વિકેટ ઝડપી

સાકરીયાએ ક્રિસ મોરિસની ઓવરમાં નિકોલસ પૂરનનો શાનદાર કેચ ઝડપ્યો

આઇપીએલ 2021ની શરૂઆત 9 એપ્રિલ થી થઈ ચૂકી છે ત્યારે આ સિઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને કિંગ પંજાબ વચ્ચે મુંબઈ ખાતે રમાઈ હતી. ઉલ્લેખનીય છેકે આ વખતે યુવા ખેલાડીઓને તક મળી રહી છે ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સૌરાષ્ટ્રની ટીમમાં રમી રહેલ ચેનત સાકરીયાને આઇપીએલની હરરાજીમાં રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યા હતો.

મહત્વની વાત તો એ છેકે ચેતન સકારીયાને આઇપીએલમાં રાજસ્થાનની પ્રથમ મેચમાં જ સ્થાન આપવાના આવ્યું હતું. આ તકે ડેબ્યુ કરનાર ચેનત સકારીયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દમદાર ડેબ્યુમાં સૌરાષ્ટ્રના ચેતન સકારીયાએ 3 વિકેટ ઝડપીને ડ્રિમ ડેબ્યુની શાનદાર શરૂઆર કરી છે.

ચેતન સકારીયાએ ત્રણ વિકેટ જેવી કે પંજાબના કેપ્ટન કે.એલ રાહુલ, મયંક અગ્રવાલ અને રિચાર્ડ્સનની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી અને વિસ્ફોટક બેસ્ટમેન નિકોલસ પૂરનનો શાનદાર કેચ પકડીને ચાર ઓવરના સ્પેલમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપીને ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

 44 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર