SBIએ 40 કરોડ ગ્રાહકોને આપી ભેટ! FDના વ્યાજદરમાં કર્યા ફેરફાર

2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર વ્યાજદર 5.10 પર યથાવત રાખ્યા

સરકારી બેન્ક SBIએ FDના વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. નવા ભાવ 15 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે. SBIએ 7-45 દિવસની એફડી પર વ્યાજદર 2.90 ટકા વધારીને 3 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 3.40 ટકા વધારીને 3.50 ટકા કરી દીધા છે. 

SBIએ 180-210 દિવસની એફડી પર વ્યાજદરમાં 3 ટકા વધારીને 3.10 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 3.50 ટકા વધારીને 3.60 ટકા કરી દેવામાં આવ્યા છે.  SBIએ 1 વર્ષથી 2 વર્ષ સુધીની એફડી પર વ્યાજદર 4.90 ટકા વધારીને 5 ટકા કરી દીધા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.40 ટકા વધારીને 5.50 ટકા કરી દેવામાં આવ્યા છે. 

SBIએ 2 વર્ષથી 3 વર્ષ સુધીની એફડી પર વ્યાજદર 5.10 પર યથાવત રાખ્યા છે. ત્યાં જ સીનિયર સિટીઝન માટે વ્યાજદર 5.60 ટકા યથાવત છે. અન્ય વ્યાજદર પણ બેન્કે સ્થિર રાખ્યા છે. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી