SBI બેંકે ક્લાર્કની મેઇન એક્ઝામ કરી સ્થગિત

ભારતીય સ્ટેટ બેંકે ક્લાર્કની ભરતની મેઇન એક્ઝામ 2021ને આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. આ પરીક્ષા પહેલા 31 જુલાઈએ યોજાવાની હતી. બેંકે નવી તારીખની જાહેરાત કરી નથી. જે ઉમેદવાર મેઇન એક્ઝામ આપવાના હતા તેઓ બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in  પર મુલાકાત લઈને સૂચના જોઈ શકે છે.

એસબીઆઈ કલાર્ક (જૂનિયર એસોસિએટ) પ્રિલિમ્સ પરીક્ષા 10 જુલાઈથી 13 જુલાઈ સુધી દેશના વિવિધ શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી. પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ બાકી રહેલા શહેરો- શિલોંગ, અગરતલા, મહારાષ્ટ્ર, નાસિકમાં પ્રિલિમ્સ પરીક્ષા યોજાયા બાદ જાહેર થશે. મેઈન એક્ઝામમાં સામેલ થનારા ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

 21 ,  2