સુપ્રિમે બનાવેલી 4 સભ્યોની ટીમમાંથી એકે કહ્યું- ના હું નહીં ..! સોરી..

કૃષિ કાયદા અંગેની કોર્ટની કમિટિથી અલગ થયા ભૂપિન્દરસિંહ માન

કેન્દ્રના 3 વિવાદી કૃષિ કાયદા અંગે કિસાન આંદોલનકારી સંગઠનો અને સરકાર વચ્ચે આજે નવમા તબક્કાની બેઠક યોજાય તે પહેલાંજ કિસાન આંદોલનને લઈને બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટના ચાર સભ્યોની કમિટીમાંથી ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સમન્વય સમિતિના અધ્યક્ષ ભુપિન્દર સિંહ માને ખુદને અલગ કરી દેતાં સરકારને આંચકો લાગ્યો છે.  સંગઠનાઓએ લાગણી વ્યક્ત કરી કે ઉકેલ માટે સરકાર સાથેની આજાની બેઠક છેલ્લા બેઠક પણ હોઇ શકે. કેમ કે સરકાર 3 કાયદા પાછા ખેંચવા તૈયાર નથી. કિસાન સંગઠનોએ હવે 26મીની ટ્રેક્ટર પરેડ માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે..

હકીકતમાં ભુપિન્દર સિંહ માનના નામ પર શરૂઆતથી વિવાદ થઈ રહ્યો હતો. આંદોલન કરી રહેલા કિસાનોનું કહેવું હતું કે ભુપિન્દર સિંહ માન પહેલા જ ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કરી ચુક્યા છે.ભુપિન્દર સિંહ માને સમિટીમાં સામેલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કર્યો. તેમણે આગળ લખ્યું કે, એક કિસાન અને સંગઠનનો નેતા હોવાને નાતે હું કિસાનોનું ભાવના જાણુ છું. હું મારા કિસાન અને પંજાબ પ્રત્યે વફાદાર છું. તેના હિતોમાં કોઈ સમજુતી ન કરી શકું. હું ચે માટે કોઈપણ મોટા પદ કે સન્માનની બલી ચઢાવી શકુ છું. હું કોર્ટ તરફથી આપવામાં આવેલી જવાબદારી ન નિભાવી શકુ. હું ખુદને કમિટીમાંથી અલગ કરુ છું.

માને પોતાને અલગ પાડ્યા પછી સમિતિના હવે ત્રણ સભ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના ડો પ્રમોદકુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કૃષિ ખર્ચ અને ભાવો માટેના આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી, શેતકારી સંસ્થાના અધ્યક્ષ અનિલ ઘનવતનો સમાવેશ થાય છે.

 12 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર