સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની વહેલી સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ હાર્દિક પટેલને ઝાટકો આપ્યો છે. SCએ હાર્દિકને ચૂંટણી લડવા બાબતે અરજીની વહેલી સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

ગુજરાત હાઇકોર્ટે સજા માફીની અરજી ફગાવી દીધા બાદ હાર્દિક પટેલે SCમાં અરજી દાખલ કરી હતી. ગુજરાત સરકાર તરફથી SCમાં હાર્દિકની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

હવે આ મામલે SC ચોથી એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરશે. નોંધનીય છે કે ચોથી એપ્રિલ લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ગુજરાતમાં 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.

 57 ,  3