September 22, 2020
September 22, 2020

સુપ્રિમ કોર્ટે JEE અને NEET પરિક્ષાને રદ્દ કરવાની અરજી ફગાવી

સુપ્રિમ કોર્ટે JEE અને NEET પરિક્ષાને આપી લીલી ઝંડી, કહ્યું- કિમતી વર્ષ વેડફાઇ જશે

સુપ્રીમ કોર્ટે NEET અને JEE પરીક્ષાના આયોજનની વિરૂદ્ધ દાખલ થયેલ અરજીને ફગાવી દીધી છે. સાથે જ કોર્ટે પરીક્ષા આયોજનને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે.

અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે?  કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે માટે આ પરિક્ષાઓને મોકૂફ કરવા માટે અરજી કરવામાં આવી હતી. 

પરીક્ષાના આયોજનના વિરોધમાં 11 રાજ્યોના સ્ટુડન્ટ્સે JEE Mains અને NEETની પરીક્ષાઓ ન યોજવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે દેશમાં કોરોના મહામારીની વચ્ચે પરીક્ષાઓનું આયોજન ન કરવામાં આવે. એવામાં હાલ પુરતી પરીક્ષાઓને નક્કી કરવામાં આવેલી તારીખે ન લેવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધા છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર