September 21, 2020
September 21, 2020

સુશાંત આપઘાત કેસ : સુપ્રીમે ફગાવી CBI તપાસની માગ, સ્વામીએ આપઘાતને ગણાવી હત્યા

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પોલીસને તેનું કામ કરવા દો, બોમ્બે હાઈકોર્ટમાં જાવ..

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે CBI તપાસની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસને તેમનું કામ કરવા દો. સુપ્રીમે અરજદારને મુંબઇ હાઇકોર્ટ જવા સલાહ આપી.

તો બીજી તરફ બિહાર પોલીસ સુશાંત કેસમાં મુંબઇમાં ધામા નાખ્યા છે. પોલીસે સુશાંતની બહેન મીતૂ સિંહ અને તેના મિત્ર મહેશ કૃષ્ણા શેટ્ટીનું નિવેદન લીધું છે. સુશાંતની બહેને કહ્યું, રિયાએ સુશાંતને સંપૂર્ણ પણે કાબુમાં રાખ્યો હતો. ભૂત પ્રેતની કહાની સંભળાવીને તેનું ઘર પણ બદલાવી નાખ્યું હતું. બિહાર પોલીસ હવે તેના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરશે. સાથે તે ડોક્ટરોની પણ બિહાર પોલીસ પૂછપરછ કરશે જેણે સુશાંતની સારવાર કરી હતી. 

અંકિતા લોખંડેએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અંકિતા લોખંડેએ પણ એક નવો ઘટસ્ફોટ કર્યો છે. સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તી વિશે આ ખુલાસો કર્યો છે. સુશાંતસિંહ રાજપૂતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને કહ્યું છે કે ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રમોશન દરમિયાન સુશાંતને શુભેચ્છા પાઠવવા માટે તેણે એક મેસેજ કર્યો હતો.

ત્યારબાદ બંને વચ્ચે ઘણી વાતો થઈ હતી. ત્યારે ખૂબ જ ભાવુક થઈને સુશાંતે અંકિતાને કહ્યું હતું કે ‘તે આ રિલેશનથી ખૂબ જ કંટાળી ગયો છે, તે તેનો અંત લાવવા માગે છે કેમ કે રિયા ચક્રવર્તી તેને ખૂબ પરેશાન કરી રહી છે.’હવે અંકિતાએ બિહાર પોલીસ સાથે આ ચેટ શેર કરી છે. આ સિવાય અંકિતાએ સુશાંત સાથે થયેલી તે પછીની તમામ ચેટસ બિહાર પોલીસ સાથે શેર કરી છે. તેને આધારે હવે બિહાર પોલીસ પુરાવા એકત્રિત કરી તપાસ કરી રહી છે. 

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા

હવે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને હત્યા ગણાવી છે. તેમણે તેના 26 કારણો પણ જણાવી દીધા છે. સ્વામી પ્રમાણે સુશાંતના રૂમમાં એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ જે મળ્યા છે, બની શકે કે કોઈએ ત્યાં પ્લાન્ટ કરી દીધા હોય. તેમણે ફાંસીનો ફંદો બનાવવા માટે ઉપયાગ કરવામાં આવેલા કપડા પર પણ સવાલ કર્યો છે. સ્વામી પ્રમાણે સુશાંતની ડોક પર મળેલા નિશાન બેલ્ટ જેવી વસ્તુના લાગે છે. કહેવામાં તો તે આવે છે કે સુશાંત 14 જૂને સવારના સમયે વીડિયો ગેમ રમી રહ્યો હતો. સ્વામીને લાગે છે કે કોઈ વ્યક્તિ જે ડિપ્રેસ્ડ હોય તો આવી વીડિયો ગેમ ન રમી શકે. કોઈ અંતિમ ચીઠ્ઠી ન મળવી પણ સ્વામીને ખટકી રહી છે અને તેઓ હત્યા ગણાવી રહ્યાં છે. તેમણે અન્ય દાવાઓ પણ રજૂ કર્યાં છે. હવે તેમાંથી કેટલા સાચા અને કેટલા ખોટા તે તપાસનો વિષય છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર