બિહારમાં બેકાબૂ મગજના તાવને લઇ સુપ્રીમ કોર્ટ કડક, કહ્યું- સરકાર આ રીતે નથી ચાલતી

બિહારમાં બેકાબૂ મગજનો તાવ એટલે ઇન્સેફાઇટિસ સિંડ્રોમ (એઇએસ)ના કહેરથી બાળકોને બચાવવા અને તત્કાલ નિષ્ણાતોની મેડિકલ બોર્ડ રચનાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.

બિહારમાં ચિમકી-મગજના તાવથી બાળકોના મૃત્યુનો સિલસિલો અટકતો નથી, અત્યાર સુધી 150થી પણ વધુ બાળકો મોતને ભેટી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટે આ દૂર્ઘટના અંગે સાત દિવસમાં બન્ને સરકારો પાસેથી જવાબ સાથેનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. સાથે સાથે બિમારીની રોકથામ અને બાળકોની સારવાર માટે ઉઠાવેલા પગલાની માહિતી પણ કોર્ટે માંગી છે.

સુપ્રીમ કોર્ટે ઠપકો આપતા કહ્યું કે આમ ના ચાલે સરકારે જવાબ આપવો પડશે. કોર્ટે ત્રણ મદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યા છે. આ ત્રણ મુદ્દાઓમાં હેલ્થ સર્વિસ, ન્યૂટ્રિશન અને હાઇઝિનનો છે. કોર્ટે કહ્યું આ બધાનો મૂળભૂત અધિકાર છે, તે સમયસર મળવુ જોઇએ.

આ ઉપરાંત કેન્દ્ર અને બિહાર સરકારના 500 આઇસીયૂ એવા 100 મોબાઇલ આઇસીયૂ મોકલવાનો આદેશ પણ કર્યો છે. જો કે, નિષ્ણાતો સાથે સજ્જ જે દૂરના વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સારવાર આપી શકે છે. સાથે જ બિહાર સરકારને ખાસ પરિસ્થિતિઓનું ધ્યાન રાખવા એક આદેશ આપવાનો આદેશ કરવાની માગ કરવામાં આવી છે. જેમાં પ્રભાવિત વિસ્તારોના ખાનગી હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરવાનું કહેવામાં આવે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી