September 24, 2020
September 24, 2020

સુશાંત કેસ : કોર્ટના ચુકાદા બાદ બોલી મહારાષ્ટ્ર સરકાર, કહ્યું – દાખલ કરીશું રિવ્યૂ પિટિશન

સુશાંત કેસની તપાસ હવે CBI કરશે, કોર્ટના આદેશ બાદ ભડકી મહારાષ્ટ્ર સરકાર

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે CBIને આ કેસની તપાસ કરવાની સત્તા આપી છે. હવે CBIને આ કેસની તપાસ કરવાનો અધિકાર છે. તો બીજી તરફ ચુકાદા બાદ મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે અમે ચુકાદાને પડકાર આપીશું. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે પહેલા ચુકાદાને વાંચો, પછી રિવ્યૂ પિટિશન દાખલ કરવા વિશે વિચારજો.

સુપ્રીમ કૉર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે નીતિશ સરકારે કેસની જે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી તે યોગ્ય હતી. મહારાષ્ટ્ર સરકારે હવે તપાસમાં સહયોગ કરવાનો રહેશે. મુંબઈ પોલીસને આ મામલે તમામ પુરાવા સીબીઆઈને સોંપવા પડશે. જોકે મહારાષ્ટ્ર સરકાર આ મામલે રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે. તો સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, સુશાંતના પરિવાર માટે આ મોટી જીત છે.

કૉર્ટે પણ માન્યું છે કે આ મામલે મુંબઈ પોલીસે કોઈ તપાસ નહોતી કરી. આ ઐતિહાસિક ચુકાદો છે. ન્યાય તરફ આ પહેલું અને મોટું પગલું છે. હવે સીબીઆઈ પોતાની તપાસ શરૂ કરશે.

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર