સુશાંત કેસની તપાસ CBI કરશે, મહારાષ્ટ્ર સરકાર સહયોગ આપે : સુપ્રીમનો આદેશ

સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસને લઈને આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે CBI તપાસને લીલી ઝંડી આપી છે. હવે આ મામલે CBI તપાસ કરશે સાથે સુપ્રીમે મહારાષ્ટ્ર સરકારને સહયોગ આપવા આદેશ કર્યો છે.

જણાવી દઇએ, રિયા ચક્રવર્તીએ કેસને પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી. રિયા તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન તથા બિહાર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મનિંદર સિંહ હતા. સુશાંતના પિતા તરફથી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ તથા મહારાષ્ટ્ર સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવી હતા. આ કેસમાં CBI, કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર તથા બિહાર સરકાર પણ પક્ષકાર હતા. તમામે 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટને લેખિતમાં જવાબ આપ્યો હતો.

બિહાર સરકાર પહેલેથી આ ઘટનામાં નોંધાયેલી FIRની તપાસ સીબીઆઈને સોંપી ચૂકી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારની દલીલ છે કે મુંબઈ પોલીસ જ આ કેસની તપાસ કરે. જે આ કેસમાં 56 લોકોના નિવેદનો લઈ ચૂકી છે અને આ સમગ્ર મામલો મુંબઈ પોલીસના અધિકાર ક્ષેત્રનો છે કારણ કે ઘટના મુંબઈમાં ઘટી છે. પીડિત અને આરોપી તથા સાક્ષીઓ બધા મુંબઈના છે. 

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર