રાજકીય પક્ષોને ફાળાની રકમનો રિપોર્ટ 30 મે સુધી ECને રજૂ કરવા સુપ્રિમનો આદેશ

રાજકીય પક્ષોના ફાળા માટે ઈલેક્ટોરલ બોન્ડની વ્યવસ્થાને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે કે બોન્ડ દ્વારા મળેલા ફાળાની વિગતો 30 મે સુધીમાં સીલ બંધ કવરમાં ચૂંટણી પંચને આપે.

જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે ચૂંટણી સુધી સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ નહીં કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યુ હતુ કે જો પારદર્શી રાજકીય ફંડ માટે શરૂ કરવામાં આવેલા ચૂંટણી બોન્ડના ખરીદનારની ઓળખ નથી તો ચૂંટણીમાં કાળાધન પર અંકુશ લગાવવાનો સરકારનો પ્રયત્ન નિરર્થક થશે.

તો બીજી તરફ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડની તરફેણ કરી છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, રાજકીય પક્ષોને મળનારા ભંડોલ અને દાનના પૈસા ક્યાથી આવ્યા છે તે જાણવાનો મતદારોને કોઇ અધિકાર નથી.

 21 ,  1