September 26, 2020
September 26, 2020

સુપ્રીમ કોર્ટે PM કેર ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી

સુપ્રીમ કોર્ટે પીએમ કેયર ફંડ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ મામલે કોર્ટે પીએમ કેયર્સ ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગણીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પીએમ કેયર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ છે. આ દ્રષ્ટિથી રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે પીએમ કેયર ફંડમાંથી એનડીઆરએફમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકતા નથી. તેમને વધુમાં કહ્યું કે નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એનજીઓએ આ મામલે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.

સરકારે 28 માર્ચે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે ફંડ એકત્ર કરવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ બનાવવાનો હેતુ કોરોના જેવી ઇમરજન્સી સામે ઉપયોગ કરવા અને વ્યવહાર કરવાની વ્યવસ્થા કરવાનો હતો. કોરોના સમયગાળા દરમિયાન, કોર્પોરેટથી લઈને વ્યક્તિગત રીતે આ ભંડોળમાં દાન આપવામાં આવ્યું હતું.

આપને જણાવી દઇએ કે અરજીકર્તા એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઇંટરેસ્ટ લિટિગેશન (સીપીઆઈએલ)એ દાવો કર્યો હતો કે ડીએમ એક્ટની અંતર્ગત કાયદાકીય આદેશનું ઉલ્લંઘન કરતાં પીએમ કેયર્સ ફંડ બનાવાયું હતું. અરજીમાં કહ્યું હતું કે ડીએમ એકટના મતે આપદા પ્રબંધન માટે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આપવામાં આવેલા કોઇપણ દાન ચોક્કસપણે એનડીઆરઆફને ટ્રાન્સફર કરવું જોઇએ.

તો કેન્દ્ર સરકારે 8 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટની સમક્ષ અરજી કરી પોતાની એફેડેવિટમાં આ તર્કને નકારી દીધો હતો. સરકારે કહ્યું હતું કે પીએમ કેયર્સ ફંડ રાહત કામ કરવા માટે સ્થાપિત એક ફંડ છે અને ભૂતકાળમાં તેના તર્જ પર કેટલાંય આવા ફંડ બની ચૂકયા છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર