રાજ્યમાં શાળા-કોલેજો 10 એપ્રિલ સુધી બંધ, સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

તમામ શૈક્ષણિક કાર્ય થશે ઓનલાઈન, કોલેજોની પરીક્ષા પણ મોકૂફ રહેશે

કોરોનાના વધતા જતા કેસનો પગલે ગુજરાતભરના વાલીઓ ચિંતાતુર બન્યા હતા. શૈક્ષણિક કાર્ય બંધ કરવાની માંગ ઉઠી હતી. ત્યારે આજે શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આગામી 10 એપ્રિલ સુધી રાજ્યમાં તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવામાં આવશે. આગામી દિવસોમાં વિગતવાર નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આમ, રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે. 

કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજોને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની શાળાઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. પરીક્ષાઓ પણ ઓફલાઇન બંધ કરવા આદેશ. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ શાળા-કોલેજોમાં શિક્ષણ બંઘ કરવાનો નિર્ણય લેવાયો છે. 

 284 ,  1