September 26, 2022
September 26, 2022

સરાહનીય કામ: PSI દ્વારા પછાત વિસ્તારના બાળકોને સ્કુલ કીટનું વિતરણ

સામાન્ય રીતે લોકોમાં પોલીસ એટલે હપ્તા ઉઘરાવતો ચેહરો જ નજરે પડે. પરંતુ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર B ડીવીઝન પોલીસ સ્ટેશનના PSI ગોહિલની કામગીરીની મહેક સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટે નોધવી જોઈએ.

B ડીવીઝન PSI ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા હિમતનગરના અતિ પછાત અને ગરીબ વિસ્તાર ભાટવાસ ખાતે નાના બાળકોને પોતાના હસ્તે સ્કુલ બેગ, નાસ્તાના ડબ્બા, પેન્સિલ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કોર્પોરેટર વસંત ભાટ, અને શાકભાજીના વેપારી એવા લાલભાઈ ભાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી