September 19, 2020
September 19, 2020

રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી શાળાઓ નહીં ખૂલે, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

કોરોનાને લઇ હમણાં ધોરણ – 9થી 12ના વિદ્યાર્થી શાળાએ નહીં જઈ શકે

રાજ્યમાં 21મી સપ્ટેમ્બર સુધી શાળાઓ નહીં ખુલે તેવો સરકારે આદેશ આપ્યો છે. રાજ્યના મંત્રી મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ જાહેરત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં 21મી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે નહીં. રાજ્યમાં હજુ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બાળકો સામે જોખમ ઊભું ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 21મી સપ્ટેમ્બરથી શૈક્ષણિક કાર્ય ચાલુ ન કરવાનો નિર્ણય લીધો છે. 

રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાના કેસ નોંધતા ગુજરાતની તમામ શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ વેકેશન લંબાવવામાં આવ્યું હતું. બોર્ડ સિવાયનાં તમામ ધોરણોનાં બાળકોને આગળનાં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આમ લગભગ 6 મહિનાથી સ્કૂલો વિદ્યાર્થીઓ માટે બંધ છે પરંતુ ઓનલાઇન ભણતર ચાલુ છે.

રાજ્યની કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શૈક્ષણિક કાર્યને રાબેતામુજબ કરવા માટે 21મી સપ્ટેમ્બરથી શરુ કરવું કે નહીં તેને લઈને ચર્ચા વિચારણા થઈ હતી. જેમાં હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જોતાં શૈક્ષણિક કાર્ય ચાલુ કરવું જોખમી લાગતાં હજુ શાળાઓ ન ખોલવાનો નિર્ણય લીધો છે.

 63 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર