જમ્મુમાં આજે ખુલશે શાળાઓ, રાવતે કહ્યુ – સ્થિતિ નિયંત્રણમાં

આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષાધિકારો ખતમ થયાના બે દિવસ બાદ અહીં જનજીવન પાછુ સામાન્ય થઈ રહ્યુ છે એટલે ગઇકાલ ગુરુવારે જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે સરકારી કર્મચારીઓને તત્કાળ પ્રભાવથી કામ પર પાછા આવવાના નિર્દેશ આપી દીધા છે. આ ઉપરાંત સાંબા અને જમ્મુ જિલ્લામાં આજે બધી શાળાઓ પહેલાની જેમ ખુલશે.

ચીફ સેક્રેટરી, જમ્મુ કાશ્મીર તરફથી અપાયેલ નિર્દેશમાં કહ્યુ હતુ કે બધા સરકારી કર્મચારી જે ડિવિઝનલ લેવલ, જિલ્લા સ્તર અને શ્રીનગર સચિવાલયમાં કાર્યરત છે.

આજે શુક્રવાર છે એવામાં કાશ્મીરના ઘણા ભાગોમાં આજે લોકો નમાઝ માટે બહાર નીકળશે. એવામાં સુરક્ષાબળો સંપૂર્ણપણે તૈનાત છે. જમ્મુ કાશ્મીરમાં નવી વ્યવસ્થા લાગુ થયા બાદ પહેલો શુક્રવાર છે.

આર્મી ચીફ બિપિન રાવતે ગઇકાલ ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મુલાકાત કરી હતી. તેમણે રાજનાથ સિંહને મળીને તેમને જમ્મુ કાશ્મીરના ઘટનાક્રમ અને ભારત પાકિસ્તાન સીમા પર ચાલી રહેલ ગતિવિધિઓ વિશે માહિતી આપી. તેમણે જણાવ્યુ કે કુલ મળીને હવે સ્થિતિ નિયંત્રણમાં છે. રાજ્યમાં સશસ્ત્ર બળ હાઈ એલર્ટમાં છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી