પ્રાચીન કાળમાં મહિલાઓમાં તેમજ પુરુષોમાં કાન વીંધાવવાની પ્રથા હતી. મહિલાઓની સાથે પુરુષો પણ કાનમાં કુંડળ પહેરતા હતા. આ પરંપરા પણ આપણા સાંસ્કૃતિક વારસા સાથે સંકળાયેલી છે. સામાન્ય રીતે કાન વીંધાવવાની આ પ્રથાને ધાર્મિક પરમ્પરા અથવા ફેશન સાથે સંબંધિત પ્રવૃત્તિ ગણવામાં આવે છે. પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો પણ રહેલા છે. અને તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે.
હેલ્ધી મેન્સ્ટ્રુઅલ સાઇકલ
જો આયુર્વેદનું માનીએ તો કાનના બાહ્ય ભાગમાં સેન્ટરનો ભાગ સૌથી મહત્ત્વનો પોઇન્ટ હોય છે. આ એક એવો ભાગ છે જે પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આટલું જ નહીં, કાન વીંધાવવાથી મહિલાઓનું માસિક ચક્ર પણ યોગ્ય અને હેલ્ધી બનેલું રહે છે.
મગજનો સારો વિકાસ થાય છે
જો નાની ઉંમરમાં જ બાળકોના કાન વીંધાવામાં આવે તો તેમનાં મગજનો વિકાસ સારી રીતે થાય છે. ઈઅર લોબ્સ એટલે કે કાનના બાહ્ય ભાગમાં મધ્યાહ્ન પોઇન્ટ હોય છે, જે મગજની ડાબી બાજુના ભાગને જમણી બાજુના ભાગ સાથે જોડવાનું કામ કરે છે. કાનના આ ભાગમાં કાંણું પડાવાથી મગજના આ ભાગો એક્ટિવેટ થઈ જાય છે.
આંખનું તેજ વધે છે
કાનના સેન્ટર પોઇન્ટ પર જ આંખનાં તેજનું કેન્દ્ર આધારિત રહે છે. એવામાં આ પોઇન્ટ પર કાંણું પડાવ્યા બાદ પડતા પ્રેશરને કારણે આઇસાઇટ એટલે કે આંખનું તેજ વધે છે.
40 , 1