September 26, 2022
September 26, 2022

દ્વારકા શોધવા વૈજ્ઞાનિકોની સમુદ્રમાં ડૂબકી, શુક્રવારે ડીસ્‍કવરી ચેનલ પર પ્રસારણ

દેશમાં મનોરંજન ઉદ્યોગની દિન બદિન થઇ રહેલી પ્રગતિની સાથે દુનિયભારના ફિલ્‍મ પ્રોડકશન હાઉસ અને ટેલીવીઝન ચેનલો પોતાની દરેક સ્‍ટોરીમાં ભારતિય પૃષ્‍ઠભુમિને પણ કયાંકને જરૂર સામેલ કરે છે.

દુનિયાના સૌથી મશહૂર શોધકર્તાઓમાંના એક જોશ ગેટસ આગામી શુક્રવારથી ડીસ્‍કબરી ચેનલ પર એક નવો શો લઇને આવી રહ્યા છે જેનું નામ છે એક્ષપેડીશન અનનોન એટલેકે અજ્ઞાતની શોધની યાત્રા આ યાત્રાનો પહેલો પડાવ ગુજરાતનું દ્વારકા શહેર છે.

ડીસ્‍કવરી ચેનલે આનાથી પણ બે ડગલા આગળ વધીને પોતાની નવી સીરીઝ એડીપેડીશન અનનોનનો પહેલો એપિસોડ જ ભારતની એક એવી જગ્‍યા પર બનાવ્‍યો છે, જેના અંગેના પુરાણોથી માંડીને આધુનિક ઇતિહાસ સુધીના અનેક કિસ્‍સાઓ મોજૂદ છે.

પુરાણોમાં તેને ભગવાન કૃષ્‍ણની નગરીના નામે ઓળખવામાં આવે છે અને એમ પણ કહેવાય છે કે આ પૌરાણિક શહેર મહાભારત કાળમાંજ સમુદ્રની અંદર સમાઇ ગયું હતું. જોશ હવેએ શોધવા નિકળ્‍યા છે કે શું દ્વારકા નગરી હકકીતમાં સમુદ્રમાં નીચે છે.

 206 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી