September 25, 2020
September 25, 2020

SCO Meet 2020: રૂસી અધિકારીએ હાથ આગળ વધાર્યો, રાજનાથે ‘નમેસ્તે’ કરી અભિવાદન ઝીલ્યું, જુઓ Video

મોસ્કોમાં છવાયો રાજનાથનો અંદાજ, હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને કર્યું નમસ્તે

રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન – SCOની બેઠક માટે રશિયાની મુલાકાતે છે. રક્ષામંત્રી બુધવાર રાત્રે મોસ્કો પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમનો એક વીડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તેઓ રૂસના અધિકારીઓને હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને પરંપરાગત રીતે નમસ્તે કરતા દેખાયા છે.

રક્ષામંત્રીએ એક ટ્વીટ કરી કહ્યું આજે સાંજે મોસ્કો પહોંચ્યો. કાલે પોતાના રૂસી સમકક્ષ જનરલ સર્ગેઇ શૉયગૂની સાથે દ્વીપક્ષીય બેઠકને લઇ ઉત્સાહિત છું. તેની સાથે જ તેમણે એક વીડિયો શેર કર્યો જેમાં મોસ્કો એરપોર્ટ પર તેમનું સ્વાગત જોઇ શકો છો. અહીં તેમને લેવા જનરલ બુખ્તીવ યૂરી નિકોલાઇવિચ લેવા આવ્યા હતા.

વીડિયોમાં જોઇ શકાય છે કે, મોસ્કો પહોંચ્યા બાદ રાજનાથના સ્વાગત માટે રુસી આર્મીના વરિષ્ઠ અધિકારીઓએ સેલ્યુટ બાદ પોતાના હાથને આગળ વધાર્યા તો, રાજનાથને હાથ જોડીને નમસ્તે કર્યા હતા.

વિશ્વભરમાં કોરોના મહામારીમાં અનેક દેશો નમસ્તેને અપનાવી રહ્યા છે. બધા લોકો ભારતની પરંપરાને અનુસરી રહ્યા છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર