મોદીએ આતકંવાદ સામે એકજુથ થવા કર્યું આહ્વાન

14 જુને યોજાનાર શાંઘાઈ સહયોગ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. આ દરમ્યાન વડાપ્રધાને સંમેલનના મંચ પરથી આતંકવાદને લઇને પાકિસ્તાનને હાડે હાથ લીધું હતું તેમજ SCOના સભ્યોને આતકંવાદ સામે એકજુથ થવા આહ્વાન કરતા કહ્યું કે આતંકવાદને સમર્થન, પ્રોત્સાહન અને આર્થિક મદદ પુરી પાડતા દેશોને જવાબદાર ઠેરાવવા જરૂરી છે. SCOના સભ્યોએ એક સાથે મળીને આતંકવાદનો સફાયો કરવો જોઇએ. આપણે બધાએ ભેગા મળીને આતંકવાદીઓને આર્થિક મદદથી લઇને તેનો ખાત્મો બોલાવવા સુધી એક સાથે મળીને કામ કરવું પડશે.

વધુમાં જણાવતા કહ્યું કે, “ગત દિવસોમાં શ્રીલંકાની મુલાકાતે ગયો ત્યારે મને આતંકવાદની ઘટનાનું સ્મરણ થયું. તે આતંક જે ગમે ત્યાં ઊભા થઈને નિર્દોષોના જીવ લઈ લે છે. આ ખતરાથી છુટકારો મેળવવા તમામ માનવતાવાદી તાકાતાઓએ એકજૂથ થવું જરૂરી છે, એસસીઓ દેશના પર્યટકો માટે ભારત ટૂંક સમયમાં જ હેલ્પલાઈન જાહેર કરશે. આપણાં માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ અફઘાનિસ્તાન મહત્વનું છે. એસસીઓમાં અફઘાનિસ્તાનનો રોડમેપ તૈયાર થયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2020માં એસસીઓની અધ્યક્ષતા માટે શુભેચ્છા.”

ઉલ્લેખનીય છે કે SCOમાં મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી . બંને નેતા ૧૩ જુને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિના અનૌપચારિક ભોજ અને સમિટમાં સાથે આવ્યાં હતા પરંતુ મોદીએ ઈમરાન ખાનની સામે જોયું પણ ન હતું. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે એસસીઓમાં મોદી અને ઈમરાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી