સ્કોટલેન્ડ આજે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે ટકરાશે

બર્થ ડે બોય કોહલી માટે જરૂરી ‘વિરાટ’ જીત

T20 વર્લ્ડ કપ 2021માં આજે નવા વર્ષે અને કિંગ કોહલીના જન્મદિવસે ભારતીય ટીમ પોતાની પૂરી તાકાત સ્કોટલેન્ડ સાથે રમવા ઉતરશે અને પોતાના અગાઉના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે. ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હાર બાદ અફઘાનિસ્તાનને 66 રને હરાવીને પોતાની પ્રથમ જીતનો સ્વાદ ચાખ્યો હતો. જોકે, અફઘાનિસ્તાન સામે શાનદાર જીત છતાં ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવવાનો માર્ગ આસાન નથી. ટીમ ઈન્ડિયાએ માત્ર આગામી બે મેચ જીતવાની જ નહીં પરંતુ મોટા માર્જિનથી જીત પણ પોતાના નામે કરવી પડશે. એટલું જ નહીં, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચનું પરિણામ પણ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. બીજી બાજુ આજે ટીમ ઈન્ડીયાના કેપ્ટન ‘રન મશિન’ કોહલીનો જન્મદિવસ છે.

5 નવેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ છે કારણ કે આ તારીખ વિશ્વના મહાન બેટર પૈકી એક વિરાટ કોહલી સાથે જોડાયેલી છે, જે છેલ્લા એક દાયકાથી કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોના દિલની ધડકન બની ગયા છે. આ સદીના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે.

5 નવેમ્બર, 1988ના રોજ જન્મેલા વિરાટ કોહલીએ દિલ્હીની શેરીઓમાં છેલ્લા એક દાયકામાં ક્રિકેટ જગત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે અને ઘણા રેકોર્ડબ્રેક કરીને રાજ સ્થાપ્યું છે. વિરાટ કોહલી વિશે એટલું બધું લખવામાં, વાંચવામાં અને જોવામાં આવ્યું છે કે, તેના ચાહકો માટે આ મહાન બેટ્સમેનના દરેક કિસ્સા અને રેકોર્ડ વિશે જાણવું સ્વાભાવિક છે, પરંતુ તેમ છતાં કોહલીના 33માં જન્મદિવસ પર કેટલાક ખાસ રેકોર્ડ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં વર્ષો લાગી જશે.

2008માં શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યૂ કરનાર વિરાટ કોહલી આ ફોર્મેટમાં સૌથી ઝડપી 8000, 9000, 10000, 11000 અને 12000 રન બનાવનાર બેટ્સમેન છે. કોહલીએ માત્ર 175 ઇનિંગ્સમાં 8000 રન પૂરા કર્યા, જ્યારે માત્ર 242 ઇનિંગ્સમાં (સચિને 3000 ઇનિંગ્સમાં) 12000 રન પૂરા કર્યા.

સેમી ફાઇનલમાં જવાનો રસ્તો
ભારતીય ટીમ હાલમાં ત્રણમાંથી એક મેચ જીત્યા બાદ 0.073ના રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર ચોથા સ્થાને છે અને સેમીફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાનની જીતની પણ આશા રાખવી પડશે.

અશ્વિનની વાપસીથી બોલિંગ મજબૂત થઈ
પ્રથમ બે મેચમાં વરુણ ચક્રવર્તીને તક મળી હતી પરંતુ તેને એક પણ સફળતા મળી ન હતી. તેની સાથે અન્ય બોલરોએ પણ નિરાશ કર્યા હતા. જો કે, અફઘાનિસ્તાન સામે રવિચંદ્રન અશ્વિનને તક મળી અને તેણે રવિન્દ્ર જાડેજા સાથે મળીને અજાયબીઓ કરી. ચાર વર્ષ બાદ T20 ઇન્ટરનેશનલમાં વાપસી કરતા અશ્વિને ચાર ઓવરમાં 14 રન આપીને બે વિકેટ લીધી હતી.

સંભવિત ટીમ
ભારત:
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ

સ્કોટલેન્ડ: જ્યોર્જ મુન્સે, કાયલ કોએત્ઝર (સી), રિચી બેરિંગ્ટન, મેથ્યુ ક્રોસ, અલાસ્ડેર ઈવાન્સ, ક્રિસ ગ્રીવ્ઝ, માઈકલ લીસ્ક, કેલમ મેકલિયોડ, સફયાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી