કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મામલો, સિનિયર એડવોકેટનું પદ પાછું લેવાના હાઈકોર્ટના નિર્ણય પર SCની રોક

યતીન ઓઝાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આરોપમાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. યતીન ઓઝાને કોર્ટના તિરસ્કાર બદલ સિનિયર એડવોકેટનું ડેઝિગ્નેશન પાછું લેવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. હાઇકોર્ટે કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પાછો લઈ લીધો હતો. ત્યારે હવે 1 જાન્યુઆરી 2022થી બે વર્ષ માટે યતીન ઓઝા ફરી વખત ડેઝિગ્નેટેડ સિનિયર એડવોકેટ ગણાશે. કોર્ટના તિરસ્કાર બદલ યતીન ઓઝાને કરાયેલી સજા અને દંડ પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને આર.સુભાષ રેડ્ડીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે બે વર્ષના આ સમયગાળામાં, ગુજરાત હાઈકોર્ટ નક્કી કરી શકે છે કે, અરજદાર પોતાને વરિષ્ઠ વકીલ તરીકે કેવી રીતે વર્તે છે. જે બાદ હાઈકોર્ટ તેમના સિનિયર કાઉન્સિલના પદ અંગે નિર્ણય લઈ શકે છે.

ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ ગુજરાત હાઈકોર્ટેની સામે ટીપ્પણી કરી હતી કે હાઈકોર્ટ જુગારધામ છે, જ્યાં માત્ર અબજોપતિઓ જ જુગાર રમી શકે છે. ઉપરાંત ગુજરાત હાઈકોર્ટેની રજીસ્ટ્રીની કામગીરી સામે પણ કેટલાક સવાલો ઉભા કર્યા હતા. જોકે આ બાબતે યતીન ઓઝાએ બિનશરતી માફી માંગી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

હાઈકોર્ટે રૂ.2000નો દંડ-એક દિવસ કોર્ટમાં બેસી રહેવાની સજા કરી હતી હાઈકોર્ટે યતીન ઓઝાને કન્ટેમ્પ્ટ કેસમાં સજા કરતા રૂ. 2000નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ચુકાદાના દિવસે કોર્ટ ઉઠે ત્યાં સુધી બેસી રહેવાની સજા પણ કરી હતી. જો રૂ. 2000નો દંડ ન ભરે તો યતિન ઓઝાને 2 મહિનાની જેલની સજાનો જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ એન વી અંજારિયાની ખંડપીઠે હુકમ કર્યો હતો.

લોકડાઉન દરમિયાન લગાવ્યા હતા ગંભીર આરોપ

લોકડાઉન દરમિયાન યતીન ઓઝાએ છઠ્ઠી જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ અને ફેસબુક લાઇવ કરી ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રી વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે અત્યારે વગદારોના કેસોને જ અરજન્ટ લિસ્ટિંગ મળે છે અને સામાન્ય લોકોના કેસોને પ્રાથમિકતા મળતી નથી. જેના કારણે તેમની સામે હાઇકોર્ટે ક્રિમીનલ કન્ટેમ્પ્ટ સુઓમોટો દાખલ કરી સુનાવણી હાથ ધરી હતી. અને તે અનુસંધાને હાઇકોર્ટની ફૂલ કોર્ટ બેઠકમાં તેમતો સિનિયર એડવોકેટનો દરજ્જો પરત લેવાનો નિર્ણય કરવામાં હતો.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી