સાબરમતીમાં સી-પ્લેનની સવારી, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન, જુઓ Video

અમદાવાદ આવી પહોંચ્યું સી પ્લેન, 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

દેશના સૌપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટના પ્રારંભનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેનનું આગમન થયું. કેવડિયાથી ઉડાન ભર્યા બાદ સી-પ્લેને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતરાણ કર્યું હતું. સી-પ્લેનની એક ઝલક જોવા આજુ બાજુ લોકોની ભીડ પણ જામી હતી. તો બીજી તરફ સુરક્ષાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. નદી કિનારે ફાયરબ્રિગેડના અધિકારીઓ પણ તૈનાત હતી. મહાનગરપાલિકા અને એવિએશનની ટીમ પણ ઉપસ્થિત રહી. લોકોના ટોળા અને ટ્રાફિક ન થાય તે માટે બંને બ્રિજ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.

આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રંટ પર પહોંચશે. સી-પ્લેન મારફતે અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.

અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રંટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉંટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોંડી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

આગામી 30મી ઓક્ટોબેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી પ્લેનમાં સવાર થઈ અમદાવાદ આવવા બાબતે હજુ અનિશ્ચિતતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમની આખરી રૂપરેખા નક્કી કરવા કેન્દ્રીય ગૃહ સચિવ કેવડિયા પહોંચ્યા છે. PMO સાથે ચર્ચા કર્યા બાદ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવશે.

કેવડિયામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. કેવડીયામાં સફારી પાર્ક ખાતે નવનિર્મિત બર્ડ ડોમનું ઉદ્ઘાટન કરશે. એકતા મોલ, ન્યુટ્રીશન પાર્ક, એકતા નર્સરીની પ્રધાનમંત્રી મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નવનિર્મિત ભવનોની મુલાકાત લઈ શુભારંભ કરાવશે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર