September 21, 2020
September 21, 2020

અમદાવાદ : ગ્વાલિયા સ્વીટમાં પહોંચ્યો કોરોના..! દુકાનને AMCએ કરી સીલ

ગ્વાલિયા સ્વીટની દુકાન તંત્ર દ્વારા કરાઈ સીલ, ત્રણ લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટીવ

અમદાવાદ શહેર વસ્ત્રાપુર ખાતે માનસી ચાર રસ્તા પાસે આવેલી ગ્વાલિયા સ્વીટની દુકાન AMC દ્વારા સીલ કરાઇ છે. દુકાનમાં ત્રણ જેટલા શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શનમાં આવ્યું અને ગ્વાલિયા સ્વીટને સીલ કરવામાં આવી છે.

ગ્વાલિયા સ્વીટ માર્ટમાં રક્ષાબંધન અને સાતમ-આઠમમાં અનેક લોકો મીઠાઈ ખરીદવા દુકાને આવ્યા હતા. દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગ્વાલિયા સ્વીટને ક્વોરન્ટીન વિસ્તાર જાહેર કર્યો છે.

જણાવી દઇએ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અભાવ જોવા મળતા કોર્પોરેશન દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં અનેક દુકાનો તથા મોલને સીલ મારવામાં આવ્યા છે. જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ વન મોલ, મેમનગરમાં આવેલ મેકડોનલ્ડ અને પ્રહલાદ કોર્પોરેટર રોડ પર આવેલ સેવીયર ફાર્મસ્યુટીક્લ કંપની, શાહઆલમ સર્કલ ખાતે આવેલો બ્રાન્ડ ફેકટરી મોલ, બાપુનગર સ્થિત ટોરેન્ટ પાવરનુ વિજ બિલ કલેકશન સેન્ટર, પ્રહલાદ નગરમાં આવેલ રિલાયન્સ ડીજીટલ તથા સેજપુરમાં આવેલ ટોરેન્ટ પાવર બીલ કલેક્શન સેન્ટરને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત  એએમસી દ્વારા શહેરના 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યા છે. અમદવાદના મેંગો, બિરમીસ, પોએટ્રી અને ગજાનંદ પૌઁઆ હાઉસને સીલ મારવામાં આવ્યું છે. 

રાજ્યમાં જીવલેણ ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે દરરોજ 1 હજાર ઉપર કેસો નોંધાય રહ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં સંક્રમિતોનો કુલ આંકડો 75 હજારની નજીક પહોંચી ચુક્યો છે.

 258 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર