દાણીલીમડા-શાહઆલમ વિસ્તારમાં ટોરેન્ટ પાવર અને પોલીસનું ગેરકાયદે વીજ જોડાણ સામે સર્ચ ઓપરેશન

સંખ્યાબંધ સ્થળે પોલીસે દરોડા પાડ્યા 250 કિલો વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત

શહેરના દાણીલીમડા અને શાહઆલમ વિસ્તારમાં ટોરેન્ટ પાવર અને પોલીસે ગેરકાયદે વીજ જોડાણ માટે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ટોરેન્ટ પાવરના કર્મચારીઓએ સંખ્યાબંધ સ્થળે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી 250 કિલો વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસ મથકમાં જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણોમાં જોરદાર વધારો થયો છે. ત્યારે કંપની દ્વારા આગામી દિવસોમાં અન્ય વિસ્તારમાં પણ આ જ રીતે સામુહીક દરોડા પાડવામાં આવે તેવી શક્યતાઓ છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર વીજ જોડાણ મામલે દાણલીમડા અને શાહઆલમ વિસ્તારમાં પોલીસના મોટા કાફ્લા સાથે ગેરકાયદેસર વીજ કનેક્શનો શોધી કાઢવાનું અભિયાન હાથ ધરવામાં આવી હતી જેમાં ટોરેન્ટ પાવર અને પોલીસ તથા એસ આર પી ની એક કંપની મળી કુલ 175 થી વધુ પોલીસ કાફલાએ ગુરુવારે વિસ્તારમાં સામુહિત દરોડા પાડ્યા હતા. જેમાં લોકોની પાસેથી પૈસા લઈ વીજળી આપવાના કોભાંડ નો પર્દાફાશ થયો હતો. પોલીસ અને વીજ કંપની ના દરોડા માં 250 કિલો વાયર કબ્જે કરવામાં આવ્યો હતો જે લોકોને ખાનગીમાં ચોરીછૂપીથી વેપાર કરવા માટે ગેરકાયદે વીજ કનેક્શનો આપવાના કામમાં વાપરતો હતો.

આ મામલે પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, આ પહેલાં વટવા અને નારોલ વિસ્તારમાં પણ પોલીસે મેગા સર્ચ કર્યું હતું. જેમાં છ ફરિયાદ દાખલ કરી સાત થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પછી પોલીસે તમામ આરોપીઓને પાસા પણ કરી હતી.

218 ગેરકાયદે વીજ કનેક્શન ઝડપી પાડ્યા

પોલીસે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદે વીજ લેવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે અને ટોરેન્ટના કર્મચારીઓએ તપાસ કરી ગેરકાયદે રીતે લીધેલા 218 વીજ કનેક્શન ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે ટોરેન્ટના કર્મચારીઓએ જુદા જુદા લોકો સામે જુદી જુદી ફરિયાદો નોંધાવતા પોલીસે તેમને ઝડપી લેવા કાર્યવાહી પણ હાથ ધરી છે.

 28 ,  1