પશ્ચિમ બંગાળમાં વિધાનસભા સત્રના પહેલા દિવસે જ હંગામો

ચૂંટણી પછીની હિંસાના મુદ્દે ભાજપે લગાવ્યા નારા

પશ્ચિમ બંગાળમાં આજથી વિધાનસભાના સત્રની શરૂઆત થઈ ગઈ છે. જોકે, સત્રના પ્રથમ દિવસે જ સદનમાં જોરદાર હોબાળો મચી ગયો છે. ભાજપના ધારાસભ્યોએ ચૂંટણી પછી થયેલી હિંસા મુદ્દે સદનમાં સૂત્રોચાર કર્યા તેમજ ભાજપના નેતાઓ ભારતમાતાની જયના પણ નારા લગાવ્યા હતા સૂત્રોચાર કર્યા બાદ ભાજપના ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું.

સત્ર શરૂ થતા પહેલા જ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે તકરાર ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યપાલ જગદીપ ધનખડ પોતાના ભાષણથી વિધાનસભાના સત્રની શરૂઆત કરી હતી.

નોંઘનીય છે કે, આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું જે 8 જુલાઈ સુધી ચાલશે અને 7 જુલાઈ રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે.

 70 ,  1