SEBIએ અદાણી ગ્રૂપની અનેક કંપનીઓની શરૂ કરી તપાસ

આ સમાચાર સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો

અદાણી ગ્રુપને લઈને વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ (સેબી) તેના નિયમોનું પાલન કરવા માટે અદાણી જૂથની અનેક કંપનીઓની તપાસ કરી રહ્યું છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે સંસદમાં આ માહિતી આપી છે. આ સમાચાર સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે

જોકે, નાણાં રાજ્ય પ્રધાને ઇનકાર કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અદાણી જૂથની કંપનીઓમાં એફપીઆઈના રોકાણોની કોઈ તપાસ ચલાવે છે. તેમણે કહ્યું, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ શેરના દૈનિક ટ્રેડિંગના મામલામાં અદાણી ગ્રૂપમાં કોઈપણ પ્રકારની એફપીઆઈ હિસ્સો ધરાવે છે તેની તપાસ કરી રહ્યું નથી.

નોંધનીય છે કે ગયા મહિને એક અંગ્રેજી અખબારમાં અહેવાલ આવ્યો હતો કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (એનએસડીએલ) એ ત્રણ વિદેશી ભંડોળના અકાઉન્ટ પર રોક લગાવી દીધી છે, આ ભંડોળએ અદાણી જૂથની કંપનીઓમાં 43,500 કરોડનું રોકાણ કર્યું છે. વિદેશી ભંડોળના ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફંડ્સે અદાણી ગ્રુપની કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આને કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

 63 ,  2