રાકેશ ઝુનઝુનવાલા સહિત 10 લોકો પાસેથી સેબીએ રૂપિયા 37 કરોડ વસૂલ્યા

એપટેક ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં સેટલમેન્ટ કર્યું..

શેરબજારના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની સહિત ૧૦ જેટલા મોટા માથાઓ પાસેથી સેબી દ્રારા કુલ રૂપિયા ૩૭ કરોડના દંડની રકમ વસૂલ કરવામાં આવી છે. આ સાથે જ એપટેક ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં પતાવટ કરવામાં આવી છે. આ તમામ ૧૦ લોકો દ્રારા સેબીને ઉપરોકત કેસમાં સેટલમેન્ટ ફીસ તરીકે મોટી રકમ ની ભરપાઈ કરવામાં આવી છે. આ મામલો 2016 નો છે અને લાંબા સમય બાદ દંડની રકમ ની વસુલાત કરવામાં આવી છે અને કેસની પતાવટ કરવામાં આવી છે.

રાકેશ ઝૂનઝૂનવાલાએ ઇનસાઇડર ટ્રેડિગ કેસમાં ખોટી રીતે કમાવેલ નફાની સાથે સાથે તેની પર વ્યાજ પેટે લગભગ કુલ 18.50 કરોડ રૂપિયા ચૂકવીને આ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં સમાધાન કર્યુ છે. રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્ની ઉપરાંત અન્ય 8 લોકોએ 37 કરોડ રૂપિયા ચૂકવીને એપ્ટેક લિમિટેડના ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં સેટલમેન્ટ કર્યુ છે.

એપ્ટેક લિમિટેડમાં રાકેશ ઝૂનઝૂનવાલાની 24.24 ટકા હિસ્સેદારી છે. તેની વેલ્યૂએશન 160 કરોડ રૂપિયા છે. 7 સપ્ટેમ્બર 2016ના રોજ એપ્ટેક કંપનીએ માર્કેટ બંધ થયા ઘોષણા કરી હતી કે, તે પ્રીસ્કૂલ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. સેબીના આદેશ મુજબ 14 માર્ચ, 2016થી લઇને 7 સપ્ટેમ્બર 2016 દરમિયાન ઇનસાઇડર ટ્રેડિંગ કરવામાં આવ્યુ હતુ. તે 7 સપ્ટેમ્બરની જ તારીખ હતી જ્યારે કંપનીએ પ્રીસ્કૂલ સેગ્મેન્ટમાં પ્રવેશ કરવાની ઘોષણા કરી હતી.

રાકેશ ઝૂનઝૂનવાલા તેમની પત્ની અને 8 અન્ય લોકો પર આરોપ મૂકાયો કે તેમણે કંપનીના આ પ્લાનની પહેલાથી જ જાણકારી હતી. જેની ઘોષણ કરાય તેની પહેલા જ તેમણે તેનો ઉપયોગ કરી ફાયદો ઉઠાવ્યો છે. રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમની પત્ની ઉપરાંત જે 8 લોકોએ સેબી સાથે સેટલમેન્ટ કર્યુ છે તેમાં રાજેશ કુમાર ઝૂનઝૂનવાલા, સુશીલા દેવી ગુપ્તા, ઉષ્મા સેઠ સુલે, ઉત્પલ સેઠ, મધુ વડેરા જયકુમાર, ચુગ યોગિંદર પાલ અને રમેશ એસ દામાણી શામેલછે.

 61 ,  2