ગુજરાત સૌથી વધુ સ્વાઇન ફ્લુથી મરણાંકમાં બીજા સ્થાને

ગરમીનો પ્રારંભ થવાની સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સ્વાઇન ફ્લૂનું જોર ઘટવા લાગ્યું છે. આજે ગુજરાતભરમાંથી સ્વાઇન ફ્લૂના ૨૫ કેસ નોંધાયા હતા જ્યારે ૧ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આમ, આ વર્ષે ગુજરાતમાંથી સ્વાઇન ફ્લૂના ૪૩૬૭ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૭ વ્યક્તિના મૃત્યુ થયા છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં રાજસ્થાન (૧૭૮) બાદ ગુજરાત બીજા સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના દરરોજના ૫૫ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા બે દિવસથી સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાંથી ૨૪ વ્યક્તિ સ્વાઇન ફ્લૂની ઝપટમાં આવી હતી.

જેમાં સુરત કોર્પોરેશન-અમદાવાદ કોર્પોરેશનમાંથી ૫-૫, ભરૃચ-વડોદરા કોર્પોરેશનમાંથી ૨-૨, બોટાદ-ગાંધીનગર કોર્પોરેશન-પાટણ-મહેસાણા-કચ્છ-ભાવનગર કોર્પોરેશન-દ્વારકા-રાજકોટ-અરવલ્લી-દાહોદમાંથી ૧-૧ કેસનો સમાવેશ થાય છે.

આ તરફ વાત કરવામાં આવે તો ૧ જાન્યુઆરી ૨૦૧૯થી અત્યારસુધી ૩૮૫૪ વ્યક્તિએ સ્વાઇન ફ્લૂને મા’ત આપેલી છે જ્યારે ૩૪૦ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. આ વર્ષે સમગ્ર દેશમાંથી સ્વાઇન ફ્લૂ સામે ૬૭૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે સમગ્ર દેશમાંથી ૧૧૦૩ વ્યક્તિએ સ્વાઇન ફ્લૂ સામે જીવ ગુમાવ્યો હતો.

૨૦૧૯ના વર્ષમાં કયા રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી વધુ મૃત્યુ?
રાજ્ય કેસ મૃત્યુ

રાજસ્થાન ૪૭૨૦ ૧૭૮

ગુજરાત ૪૩૬૭ ૧૨૭

મધ્ય પ્રદેશ ૪૩૪ ૯૦

મહારાષ્ટ્ર ૮૪૯ ૬૧

હિમાચલ પ્રદેશ ૩૦૬ ૩૮

પંજાબ ૫૨૭ ૩૧

જમ્મુ કાશ્મીર ૩૫૪ ૨૫

ઉત્તર પ્રદેશ ૧૬૮૦ ૨૧

દેશમાં કુલ ૨૦૯૭૭ ૬૭૭

 176 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી