‘સેક્રેડ ગેમ્સ-2’ નહિ થાય આ મહીને રિલીઝ, ડેટ પાછી ધકેલાઈ

નેટફ્લીક્સની પોપ્યુલર વેબસિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝન ‘સેક્રેડ ગેમ્સ-2’ની રીલીઝ હવે પાછળ ધકેલાઈ ગઈ છે. અગાઉ એવી ચર્ચા હતી કે ‘સેક્રેડ ગેમ્સ 2’ જૂન મહિનામાં રિલીઝ થવાની છે પરંતુ હવે ઓગસ્ટના અંતમાં ધકેલાઈ છે.

સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી બીજી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આ સિરીઝ માટે સમય ફાળવી શકતા નથી. ઉપરાંત ‘નેટફ્લિક્સ’ પરના બીજા શોની રિલીઝને કારણે પણ ‘સેક્રેડ ગેમ્સ 2’ની રિલીઝને પાછળ ધકેલાઈ છે. મેકર્સ પહેલી અને બીજી સીઝન વચ્ચે યોગ્ય અંતર રાખવા માગે છે.

‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સીઝન ગયા વર્ષે 6 જુલાઈના રિલીઝ થઇ હતી. આ સિરીઝ વિક્રમ ચંદ્રાની બુક પર આધારિત છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેએ સાથે મળીને આ સિરીઝને ડિરેક્ટ કરી હતી. પહેલી સીઝનમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી, રાધિકા આપ્ટે વગેરે મહત્ત્વના રોલમાં હતા. બીજી સીઝનમાં અમુક જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે જેમાં કલ્કી કોચલીન, રણવીર શોરી સામેલ છે.

બીજી સીઝનનું શૂટિંગ કેન્યાના મોમ્બાસામાં, કેપ ટાઉનમાં અને જોહ્ન્સિબર્ગમાં થયું છે. પહેલી સીઝન કરતાં આ બીજી સીઝન મોટા પાયે રિલીઝ થવાની છે.

 52 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી