જમ્મુ કાશ્મીરમાં કલમ 144 લાગુ , મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ

જમ્મુ કાશ્મીરમાં અસમંજસની સ્થિતિ વચ્ચે રવિવારે રાત્રે 12 વાગે શ્રીનગરમાં ત્રણે માજી મુખ્યમંત્રીઓ ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તિને નજરબંધ કરી દેવાયા હતાં.પોલીસે જણાવ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખી સંવેદનશીલ બની ગયેલા જમ્મુ કાશ્મીરમાં રાત્રે 12 વાગે કલમ 144 લાગુ કરી દેવાઈ છે.

તંત્રએ કહ્યું કે રાજ્યમાં રેલી ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. મોબાઈલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે, શાળા કોલેજો પણ સોમવારથી બંધ રહેશે. અગાઉ દિવસમાં ગૃહમંત્રી અમિત શાહે એનએસએ અજીત ડોભાલ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી