September 23, 2021
September 23, 2021

ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ

મહારાષ્ટ્ર-દિલ્હી સહિતના રાજ્યોમાં લગાવાયા પ્રતિબંધ

ગણેશ ચતુર્થીનો તહેવાર આજથી દેશભરમાં ઉજવાશે. ભાદ્રપદમાં શુક્લ પક્ષની ચતુર્થી પર ભગવાન ગણપતિની જન્મજયંતિ ઉજવાય છે. મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગણપતિ મોર્યાની પૂજા ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસ સુધી ચાલે છે જે ચતુર્થીથી શરૂ થાય છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. જોકે, આ વર્ષે કોરોના સંકટને કારણે ગણેશ ઉત્સવ અલગ રીતે ઉજવવામાં આવશે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોએ ગણેશ ઉત્સવ માટે માર્ગદર્શિકા જારી કરી છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા વહીવટીતંત્ર ગણેશ ઉત્સવ પ્રસંગે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતુ નથી. જેથી સાવચેતીના ભાગ રૂપે શહેરમાં ગણપતિ ઉત્સવ પ્રસંગે કલમ 144 લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ગણેશ ઉત્સવ નિમિત્તે સમગ્ર શહેરમાં 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે બાપ્પાના ભક્તો દર્શન માટે પંડાલમાં જઈ શકશે નહીં. ઉપરાંત કોઈપણ મોટા મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર વર્ષે ગણપતિ નિમિત્તે પંડાલ મુંબઈમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને જોતા પંડાલોમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તો આ તરફ રાજધાની દિલ્હીમાં આજે ગણેશ ચતુર્થી પર જાહેર સ્થળોએ કોઈ કાર્યક્રમો થશે નહીં. DDMA એ લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની શોભાયાત્રા ન કાઢે અને તેમના ઘરમાં ગણેશ ઉત્સવ ઉજવે. જોકે, આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રીઓ સિગ્નેચર બ્રિજ પાસે યમુના કાંઠે ગણપતિ બાપ્પાની મહા આરતીમાં હાજરી આપશે

ભક્તો ગણપતિ બાપ્પાના માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે

મુંબઈના લોકો હવે ગણપતિ બાપ્પાને ઓનલાઈન જ જોઈ શકશે, કારણ કે નવા આદેશ અનુસાર લોકોને પંડાલમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું હતું કે તહેવાર નિમિત્તે દરેક વ્યક્તિએ સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું પડશે.પરંતુ હવે પંડાલમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 25 ,  2