ગુરૂગ્રામમાં લોકો ફટાકડા ના ફોડે તે માટે કલમ 144 લાગુ કરાઈ…

 હરિયાણા સીએમને લોકોએ હિન્દુ વિરોધી ગણાવ્યા

હરિયાણાના ગુરૂગ્રામમાં દિવાળીમાં લોકોને ફટાકડા ફોડતા રોકવા માટે કલમ 144 લાગુ કરવાનો હરિયાણા સરકારનો નિર્ણય લોકોને પસંદ આવ્યો નથી. જેના પગલે સીએમ મનોહરલાલ ખટ્ટર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે અને હિન્દુ વિરોધી ખટ્ટર ટ્રેન્ડિંગમાં છે.

લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યુ હતુ કે, પહેલા અમારી પાસે વોટ લે છે અને બાદમાં અમારા તહેવારો પર બેન લગાવી દો છો. એક યુઝરે તો ખટ્ટરને હટાવીને બીજા કોઈને સીએમ બનાવવા માટે પણ ભાજપ સમક્ષ માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુરૂગ્રામમાં સ્થાનિક તંત્ર દ્વારા દિવાળી, ગુરૂપર્વ, પૂનમ, ક્રિસમસ અને નવા વર્ષ પર ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ મુકી દેવાયો છે. બીજી તરફ લોકો ફટાકડા ના ફોડે તે માટે કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તંત્રનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 9 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી