મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટેલિયાની સુરક્ષા વધારાઈ

એક ફોન કોલથી મુંબઈ પોલીસમાં મચ્યો હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો…

મુંબઈમાં દેશ-એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ એન્ટેલિયા ઘર બહારની સોમવારે સાંજે અચાનક સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુકેશ અંબાણી પોતે કડક સુરક્ષાના ઘેરામાં રહે છે. પરંતુ એક ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ પછી પોલીસ સક્રિય થઈ ગઈ છે. મુંબઈ પોલીસને કોલ કરી ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે બે લોકો એન્ટાલિયા વિશે પૂછપરછ કરી રહ્યા હતા. તેને મુકેશ અંબાણીના ઘર માટે ખતરા તરીકે જોવામાં આવી રહ્યું છે. પોલીસે સંપૂર્ણ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

મુંબઈ પોલીસ તરફથી સુરક્ષા વ્યવસ્થાને વધારવાને લઇ જાણકારી આપવામાં આવી છે કે પોલીસ કન્ટ્રોલને એક ટેક્સી ડ્રાઇવરનો ફોન કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે બે લોકો તેનાથી એન્ટાલિયાની લોકેશન પૂછી રહ્યા હતા. આ બંને લોકોના હાથમાં બેગ હતી. કોઈ ગંભીર જોખમને જોતા ટેક્સી ડ્રાઇવરે તાત્કાલિક મુંબઈ પોલીસને આ અંગે જાણકારી આપી. પોલીસે આ માહિતી પછી સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દીધી છે. સંપૂર્ણ વિસ્તારની તપાસ શરૂ કરી દેવાઈ છે.

આ મામલો સામે આવ્યા પછી પોલીસે વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે. વિસ્તારમાં નાકાબંધી કરી, તમામ સંદિગ્ધોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ તરફથી તમામ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દરેક શંકાસ્પદ સૂચનાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે ટેક્સી ડ્રાઇવરનું નિવેદન નોંધ્યું છે. મુંબઈ પોલીસના જવાન ડ્રાઇવરની આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી રહ્યા છે. અગાઉ મુકેશ અંબાણીના ઘર બહાર ફેબ્રુઆરીમાં વિસ્ફોટક ભરેલી એક SUV મળી આવી હતી. SUVમાં 20 જિલેટિન સ્ટિક અને પત્ર મળી આવ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ મામલે સચિન વઝે અત્યારે પણ કસ્ટડીમાં છે.

 141 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી