કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓનો સફાયો

સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જારી

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં કાલે મોડી રાતે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 2 આતંકવાદીને સફાયો કરી દીધો છે. તેની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ જવાનો માર્ચ પર છે. અભિયાન ચાલુ છે.

આની પહેલા બુધવારે સવારે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના આતંકી સંગઠન હિજબુલ મુઝાહિદીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફિરોજ અહમદ ડારને ઠાર કરાયો.

એ પ્લસ કેટેગરી આ આતંકી વિસ્તારમાં 2017થી સક્રિય હતો અને અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીની પાસે એક એકે રાઈફલ 3 મેગેજીન અને અન્ય વાંધાજનક સામગ્રી મળી છે. પોલીસે જણાવ્યું કે જિલ્લાના ઉજરામપથરી ગામમાં આતંકીની હાજરીની સૂચના પર મંગળવારે મોડી રાતે વિસ્તારની ઘેરાબંધી કરી સુરક્ષાદળો તરફથી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું.

પોલીસ અનુસાર માર્યા ગયેલા આતંકીની ઓળખ શોપિયાના હેક શિરમાલ નિવાસી ફિરોજ અહમદ ડાર તરીકે થઈ જે એ પ્લસ કેટેગરીનો આતંકી હતો. હિજબુલ મુઝાહિદીનનો આ આતંકી 2017 થી સક્રિય હતો. આઈજી વિજય કુમારના અનુસાર ફિરોજનું માર્યુ જવું સુરક્ષા દળો માટે મોટી સફળતા હતી.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી