SSG હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ્સની ગુંડાગર્દી, દર્દીના સ્વજન સાથે કરી મારામારી

દર્દીના સગાને બેરહેમીથી માર મારતા નજરે ચડ્યા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરીના વીડિયો સામે આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા નજરે ચડ્યા હતા. જો કે વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે. અને હોસ્પિટલની આ દાદાગીરી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

વીડિયોમાં સિક્યોરિટી કર્મચારીઓ દર્દીના સંબંધીને બેરહેમીથી ફટકારતાં નજરે પડી રહ્યો છે. સિક્યુરિટી કર્મીઓ દર્દીના સંબંધી પર લાકડી લઈ તૂટી પડ્યા હતા. સાથે જ સંબંધીને લાંફા પણ ઝીંક્યા હતા. સમગ્ર વીડિયોમાં એક મહિલા આજીજી કરતી રહી પણ, સિક્યુરિટી કર્મીઓએ તેના સંબંધી પર દંડાવાળી ચાલુ જ રાખી હતી. જોકે, સમગ્ર વીડિયો મામલે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે તપાસ શરૂ કરી છે. 

એસએસજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વોર્ડ પાસે આ ઘટના બની હતી. જેમાં સારવાર દરમિયાન અન્ય દર્દીઓને વચ્ચે ઘૂસાડાતા હોવાનો આરોપ દર્દીના સ્વજનોએ કર્યો હતો. જેમાં સિક્યુરિટી કર્મચારીએ સ્વજનને માર માર્યો હતો.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે સમગ્ર મામલે તપાસ શરૂ કરી માર મારનારા સિક્યોરિટી કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. ત્યારે સિક્યોરિટી ગાર્ડે મારામારી મામલે નિવેદન આપ્યું કે, દર્દીના સંબંધીએ પહેલા મારામારીની શરૂઆત કરી હતી. તેણે સિક્યોરિટી કર્મચારીઓને અપશબ્દો કહ્યા હતા. 

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર