બર્થ ડે ગર્લ મૌની રોયની જુઓ તસ્વીરો….

હોટેસ્ટ અભિનેત્રી મૌની રોયનો આજે 36મો જન્મદિવસ

અભિનેત્રી મૌની રોયે (Mouni Roy) આજે એટલે કે 28 સપ્ટેમ્બરે પોતાનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌની રોયનું નામ ટીવીની હોટેસ્ટ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

મૌની રોયે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2007 માં લોકપ્રિય ટીવી શો ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ થી કરી હતી. તે પછી તે કસ્તુરી, દેવો કે દેવ મહાદેવ, નાગિન, નાગિન 2, નાગિન 3, ટશન-એ-ઇશ્ક, જુનૂન, એસી નફતર તો કૈશા ઇશ્ક, કૃષ્ણા ચલી લંડન, ઝલક દિખલા જા 9, એક થા રાજા એક થી રાનીમાં જોવા મળી હતી. પરંતુ કલર્સ ટીવીની સિરિયલ ‘નાગિન’માં મૌની રોય એટલી પ્રખ્યાત થઈ ગઈ કે તે દરેક ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ.

મૌની રોયનો જન્મ 28 સ્પટેમ્બર 1985નાં પશ્ચિમ બંગાળનાં કૂચ બિહારમાં થયો હતો. મૌની રોયે ટીવી શો કરતાં પહેલાં કરિઅરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

મૌની રોય પહેલી વખત અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાની ફિલ્મ ‘રન’નાં એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે નજર આવી હતી. જે બાદ તેણે ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

મૌનીનાં ફિલ્મી સફરની વાત કરીએ તો તે 2011માં પંજાબી ફિલ્મ ‘હીરો હિટલર ઇન લવ’માં નજર આવી હતી.

મૌની રોયની આ તમામ સુંદર તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.

આ બાદ તે 2018માં અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગોલ્ડ’માં નજર આવી હતી. જ્યાંથી તેનાં બોલિવૂડ કરિઅરની શરૂઆત થઇ.

 174 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી