VIDEO : સાપને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી

10 ફૂટનો વિરાટકાય સાપ જોઈ લોકોના હોશ ઉડી ગયા…

કેરેબિયન દેશ ડોમિનિકામાં એક વિરાટકાય સાપને હટાવવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. આ ઘટનાનો એક વિડિયો સામે આવ્યો છે અને તેમાં દેખાતા સાપને દુનિયાનો સૌથી મોટો સાપ કહેવામાં આવી રહ્યો છે. ડોમિનિકાના રેન ફોરેસ્ટમાં મળેલો આ સાપ ઓછામાં ઓછો 10 ફૂટ લાંબો હતો અને તેને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનથી તેને પકડવામાં આવ્યો ત્યારે પણ તે હરકરત કરી રહ્યો હતો અને તેને જોઈને ક્રેન ઓપરેટર પણ હેરાન થઈ ગયો હતો.

આ સાપ ખતરનાક બોઆ કંસ્ટ્રિકટર નામની પ્રજાતિનો મનાય છે. આ પ્રજાતિના સાપ 12 થી 13 ફૂટ લાંબા હોય છે. આ પ્રકારના સાપ હુમલો કરતા પહેલા પોતાના શિકારને ચારે તરફથી જકડી લે છે અને દાંત વડે બટકા ભરી શિકારને મોતને ઘાટ ઉતારી દે છે.

જોકે વિડિયોમાં દેખાતો સાપ બોઆ કંસ્ટ્રિક્ટર પ્રજાતિનો છે કે કેમ તે સ્પષ્ટ થઈ શક્યુ નથી. ડોમિનિકા ટાપુ દેશ માત્ર 29 માઈલ લાંબો અને 16 માઈલ પહોળો છે પણ વન્ય જીવો માટે તે સૌથી અનુકુળ મનાય છે અને એટલા માટે તેને કુદરતના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ વિરાટકાય સાપને જંગલમાં કામ કરતા લોકોએ પહેલા જોયો હતો અને બાદમાં તેને હટાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી