અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે લોચન સહેરાની વરણી

ગુજરાતમાં 7 મોટા IAS અધિકારીઓની બદલી

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ લાંબા સમયથી IAS અને IPS અધિકારીઓની મોટી બદલી થવાની અટકળો ચાલતી હતી. ત્યારે એક મહિના અગાઉ રાજ્ય સરકારે 10 IAS અધિકારીઓની બદલી કરી હતી. ત્યારે આજે અન્ય 7 IAS અધિકારીઓની પણ બદલીના આદેશ કરાયા છે. અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર પણ બદલાયા છે. લોચન શહેરા AMCના નવા કમિશનર તરીકે નિમણૂંક થઈ છે.

જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બદલી કરાઇ છે. મુકેશ કુમારને શહેરી વિકાર વિભાગના અગ્ર સચિવ બનાવાયા છે જ્યારે તેમની જગ્યાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરહ તરીકે લોચન સહેરાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે મુકેશ પુરીને GSFCના એમડી બનાવાયા છે. કે.સી.સંપતને સુરેન્દ્રનગરના DDO બનાવાયા છે. ડો.નવનાથ ગાવહાનેને અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે નિયુક્તિ કરાઇ છે. રાકેશ શંકરને શહેરી વિકાસ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. તો કુમારી બી.આર.દવેને ગુજરાત લાઇવલીહુડ કંપનીના MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી