September 27, 2020
September 27, 2020

આત્મનિર્ભર ભારત : હવે દેશમાં iPhone 11નું થશે ઉત્પાદન

ભારત સરકારના આત્મનિર્ભર મિશન અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એપલે તેના લેટેસ્ટ ડિવાઈઝ iPhone 11નું ઉત્પાદન ચેન્નાઇના ફોક્સકોન પ્લાન્ટમાં શરુ કર્યું છે. નોંધનીય છે કે આ પ્રથમ વખત એપલ તેમનું ટોપ મોડલ ભારતમાં મેન્યુફેક્ચર કરવા જઈ રહ્યું છે.

 ગોયલે શુક્રવારે આ જાહેરાત ટ્વીટર ઉપર કરીને કહ્યું હતું કે મેક ઈન ઇન્ડિયા ચળવળ માટે આ એક મોટી સફળતા છે.એપલે આઈફોન 11નું ઉત્પાદન ભારતમાં શરુ કર્યું છે. આમ એપલના ટોપ મોડલનું ઉત્પાદન પહેલી વખત દેશમાં થઇ રહ્યું છે. 

આ પહેલા એપલે 2019માં આઈફોન XRનું એસેમ્બલિંગ ભારતમાં શરુ કર્યું હતું. 2017માં એપલે બેંગ્લોરમાં એપલ આઈફોન SEનું સ્થાનિક ઉત્પાદન શરુ કર્યું હતું. એપલ આઈફોન SE 2નું ઉત્પાદન પણ ભારતમાં બેગ્લોર નજીકના વિસ્ટ્રોન પ્લાન્ટમાં કરવાની ઈચ્છા ધરાવે છે.

 28 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર