ઠગાઈ કરવાની નવી રીત, લોનની લિંક મોકલી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા…

વડોદરામાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ જ તનો શિકાર બન્યો છે. લોકો સાથે છેતરપિંડી આચરતી ઠગ ટોળકી વિવિધ સ્કીમોમાં ભાગ લેવા ફોર્મ ભરતા લોકોનો ડેટા મેળવી લઇ તેમને મેસેજ મોકલે છે.

મેસેજમાં તમને 5 લાખની કે મોટી રકમની લોન પ્રી-એપ્રૂવલ થઇ ગઇ છે અને ડિટેઇલ્સ ભરવા નીચેની લિંક ઓપન કરો તેમ જણાવાય છે. લિંક ઓપન કરવા જણાવ્યા બાદ બેંક ખાતાની તમામ ડિટેઇલ્સ ચોરી લઇ ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેતા સાયબર ક્રિમિનલ્સની નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી રહી છે.

મોબાઇલ ધારક આ લિંક ઓપન કરીને ડિટેઇલ્સ ભરે ત્યારબાદ બેંક ખાતાની ટિટેઇલ્સના આધારે મોબાઇલ ધારકને તમારું કાર્ડ અપગ્રેડ કરવાનું છે તેમ જણાવી ઓટીપી લઇને ખાતામાંથી પૈસા ચોરી લેવામાં આવે છે.

તાજેતરમાં એનડીઆરએફના કોન્સ્ટેબલે રાંધણ ગેસનું નવું જોડાણ લેવા ગૂગલ પરથી ગેસ એજન્સીનો નંબર લઇ કોલ કરતાં તેણે એક લિંકનો મેસેજ મોકલ્યો હતો. કોન્સ્ટેબલે લિંકમાંથી ફોર્મ ભરી બુકિંગના 10 રૂપિયા ગૂગલ પે એપ્લિકેશનથી જમા કરાવ્યા બાદ બેંક ખાતામાંથી 53230 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતાં.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી