સીરિયામાં હજુ પણ ધુમ-ધડાકા, બોમ્બ ધડાકા..

વર્ષોથી અશાંત સીરિયામાં ક્યારેય સ્થપાશે શાંતિ..

US ડ્રોન દ્વારા આતંકીને કરાયો ઠાર – વાર ઉપર વાર

અમેરિકી સેનાએ સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાના આતંકી અબ્દુલ હમીદ અલ-માતરને ઠાર માર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તાએ આ માહિતી આપી છે.

યુએસ આર્મી મેજર જ્હોન રિગ્સ્બીએ શુક્રવારે મોડી રાત્રે એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “અલ-કાયદાના આ વરિષ્ઠ નેતાની હત્યાથી અમેરિકન નાગરિકો, અમારા સાથીઓ અને નિર્દોષ નાગરિકોને જોખમમાં મૂકનારા વૈશ્વિક હુમલાનું કાવતરું રચીને અંજામ નહીં આપી શકે.

મેજર જોન રિગસ્બીએ કહ્યું કે આ હુમલાથી અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલો MQ-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ હુમલો દક્ષિણ સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના બે દિવસ બાદ થયો છે.

રિગસ્બીએ કહ્યું, “અલ-કાયદા યુનાઇટેડ સ્ટેટ્સ અને અમારા સાથીઓ માટે ખતરો છે.” અલ-કાયદા સંગઠનને પુનઃ નિર્માણ કરવા, બહારના સાથીઓ સાથે સંકલન કરવા અને બાહ્ય કામગીરીની યોજના બનાવવા માટે સીરિયાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે છે.

રિગ્સ્બીએ એ જણાવ્યું ન હતું કે, ચોકી પરના હુમલાના જવાબમાં અમેરિકન ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો કે નહીં તેણે એ પણ જણાવ્યું નથી કે સીરિયાના કયા વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં પેન્ટાગનમાં બળવાખોરો દ્વારા નિયંત્રિત ઉત્તર-પશ્ચિમ સીરિયામાં પણ હુમલો કર્યો હતો.

જેમાં અલ-કાયદાના અન્ય વરિષ્ઠ નેતા સલીમ અબુ-અહમદનું મોત થયું હતું. અગાઉનો હવાઈ હુમલો ઇડલિબના ગવર્નરેટ નજીક કરવામાં આવ્યો હતો. ઇદલિબ અને પડોશી અલેપ્પો પાસે મોટા પ્રમાણમાં સીરિયન સશસ્ત્ર જૂથો છે.

અહીં અલ-કાયદા સાથે જોડાયેલા હયાત તાહિરી અલ-શામ સહિત સશસ્ત્ર જૂથોનું પ્રભુત્વ ધરાવે છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધે એક જટિલ યુદ્ધભૂમિ બનાવી છે, જેમાં અલ-કાયદાથી જોડાયેલા મિલિશિયા અને અન્ય સશસ્ત્ર સમૂહ, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ અને વિદેશી દળો સામેલ છે. 2011માં શરૂ થયું ત્યારથી યુદ્ધમાં લગભગ 5 લાખ લોકો માર્યા ગયા છે.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી