છત્તીસગઢ : ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રાજીન્દરપાલ સિંહે કર્યો આપઘાત

ઘરમાં ફાંસી લગાવીને કરી આત્મહત્યા

છત્તીસગઢના પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા હતા.

તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાના સમાચારે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટના ચુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાજિન્દરપાલ સિંહ ભાટિયા રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમણ સિંહ સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને મંત્રી પદેથી હટાવી CSIDC ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

રાજિન્દરપાલ સિંહ ભાટિયા 2003 માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. આ સાથે તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. 2008ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. વર્ષ 2013માં પણ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તે પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જોકે, તે જીતી શક્યા ન હતા. સમાચાર અનુસાર, ભાજપના નેતા ભાટિયા રાજનાંદગાંવના ચુરિયા વિસ્તારમાં તેમના નાના ભાઈ સાથે રહેતા હતા.

 10 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી