હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી આર.જી. છારાનું નિધન

છારા સમાજે એક અણનમ અને અડીખમ યોદ્ધા ગુમાવ્યા

ગુજરાત હાઈકોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી અને ભાજપ, જનતા દળ (ગુજરાત), સમાજવાદી પાર્ટી, રિપબ્લિકન પાર્ટી વગેરેમાં સનિષ્ઠ કાર્યકર અને આગેવાન તરીકે સેવા આપનાર તથા સમસ્ત છારા સમાજના પ્રખર આગેવાન એવા રઘુનાથ ભાઈજી. છારાનું ગઈકાલે રાત્રે ટૂંકી બિમારી બાદ હોસ્પિટલમાં નિધન થયુ છે.શ્રી રધુનાથ ભયે ધારાશાસ્ત્રી તરીકે ખૂબ નામના મેળવી હતી અને એક તબક્કે તેમને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની ઓફર પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ પોતાના વિચરતી અને વિમુખ જાતી એવી છારા સમાજ પ્રત્યેની સેવા કરવા માટે ઓફરનો અસ્વાકીર કરીને પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ પ્રત્યેની સેવા અવિરત પળે ચાલુ રાખી હતી. સમાજમાં રહેલી કુપ્રથાઓને દૂર કરવા તેમણે અથાગ પ્રયાસો કર્યા હતા. 78 વર્ષના શ્રી રઘુનાથ ભઈ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા ગઈકાલે 11 ઓકટોબરે રાત્રીના સમયે તેમનું સારવાર દરમ્યાન નિધન થયું હતું. તેમના નિધનથી સમાજે એક પ્રખર ધારાશાસ્ત્રી, રાજકીય નેતા, સામાજિક આગેવાન, અને સતત સમાજની ચિંતા કરનાર એક અડીખમ અને અણનમ યોદ્ધા ગુમાવ્યા છે.

 63 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી