યુવકે કર્યું કબૂલ – ખેડૂતોનો ખેલ બગાડવા મોકલવામાં આવ્યો…
દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા કિસાનોના એ વખતે હલચલ મચી ગઇ કે જ્યારે એક યુવકને હથિયાર સાથે પકડી લેવામાં આવ્યો અને યોગેશ નામના આ યુવકે એવો ઘટસ્ફોટ કર્યો કે એણે 26મી જાન્યુઆરીના દિવસે મંચ પર બિરાજમાન ચાર ખેડૂત નોતાઓની હત્યા કરવા માટે મોકલવામાં આવ્યો છે. અને 26મી ટ્રેક્ટર રેલીમાં ભારે ધાંધલ ધમાલ અને ખેડૂતોને બદનામ કરવાની એક સાજિસના ભાગ રૂપે તેણે મોકલવામાં આવ્યો છે.
ગઇકાલે રાતે કિસાનો દ્વારા પકડી લેવાયેલા આ યુવક શંકાસ્પદ હાલતમાં ધરણાના સ્થળે જોવા મળતા કિસાન કાર્યકરોએ તેણી પૂછપરછ કરી ત્યારે એ બાબતનો ચોંકાવનારો ખુલાસો થયો કે આ યુવક ધરણાના સ્થળે આવ્યો નહોતો પરંતું તેણે કોઇએ મોકલવામાં આવ્યો હતો અને તેણી પૂછપરછમાં તેણે કહ્યું કે, 26મીએ ખેડૂતોનો ખેલ બગાડવા તેણે મોકલવામાં આવ્યો છે અને મંચ પર જ્યારે ભાષણ ચાલી રહ્યું હોય તે વખતે ચાર કિસાન નેતાઓની હત્યા માટે ગોળીબાર કરવા તેણે કહેવામાં આવ્યું હતું.
પકડાયેલા શખસે કહ્યું હતું કે તેને આ આદેશ હરિયાણા પોલીસના ઓફિસર પ્રદીપે આપ્યા હતા. જોકે આ દાવા પર અત્યારસુધી સરકાર કે હરિયાણા પોલીસે કોઈ નિવેદન આપ્યું નથી. આ વ્યક્તિને હાલમાં પોલીસને સોંપી દેવાઈ છે.
પકડાયેલી વ્યક્તિએ કહ્યું, ‘અમારો પહેલો પ્લાન 26મી જાન્યુઆરીએ નીકળનારી માર્ચની પહેલી લાઇન પર ગોળી ચલાવવાનો હતો. ત્યાર બાદ દિલ્હી પોલીસ ખેડૂતોને રોકવાની કોશિશ કરશે. પરંતુ જો તેઓ ન રોકાય તો તેમના પર ગોળી ચલાવવાનો ઓર્ડર હતો. પાછળથી અમારી ટીમ, જેમાં હરિયાણાના 8-10 છોકરા હતા, તે ગોળીઓ ચલાવશે. પોલીસને એવું લાગશે કે ગોળીઓ ખેડૂતોએ ચલાવી છે.’
તેણે આગળ જણાવ્યું હતું કે, ટ્રેક્ટર રેલીમાં અડધી ગેન્ગ પોલીસની વર્દીમાં હશે, જે ખેડૂતોને વેર-વિખેર કરશે. ત્યાર બાદ મંચ પર જે 4 (ખેડૂતનેતા) લોકો હશે, તેમને મારવાનો પ્લાન છે. 4 લોકોના ફોટા અમને આપવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનના HSO જેમનું નામ પ્રદીપસિંહ છે, તેમણે અમને આ કામ સોંપ્યું છે. જ્યારે પણ અમને મળવા આવતો હતો, ત્યારે મોઢું ઢાંકીને આવતો હતો. અમે તેને જોયો નથી, પણ તેનો બેઝ જોયો હતો. જે લોકોને મારવાના તેમનું નામ પણ અમને ખબર નથી, પરંતુ તેમના ફોટા અમારી પાસે હતા.’
65 , 1