વહેલી પરોઢે કડકડતી ઠંડીનો અહેસાસ : નલિયા 3.4 ડિગ્રી

2 દિવસ કોલ્ડ વેવને કારણે ઠંડી જારી રહેશે : હવામાન વિભાગ

શિયાળાની હવે પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસોથી ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. બુધવારે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળી હતી અને મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચી જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો.

આજે 3.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત ગાંધીનગનું તાપમાન પણ 9 ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ વહેલી સવારે કર્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન કોલ્ડ વેવ અને ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેશે.

દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં ત્રણ લઇ નવ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે ઠંડી વધી રહી છે.

બુધવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ 10 ડિગ્રી આસપાસ રહેતા જોરદાર ઠંડી વર્તાઇ હતી. ત્યારે ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે 200 મિટર દુરનું પણ દ્રષ્ય સાફ ન દેખાતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વિવિધ શહેરના તાપમાન

 • અમદાવાદ 11
 • ડીસા 8.5
 • વડોદરા 11.6
 • સુરત 13.8
 • રાજકોટ 9.8
 • કેશોદ 8.2
 • ભાવનગર 11
 • પોરબંદર 11.6
 • વેરાવલ 13.3
 • ભૂજ 10.4
 • નલિયા 3.4
 • સુરેન્દ્રનગર 12.4
 • કંડલા 8
 • ગાંધીનગર 9
 • મહુવા 10.3
 • વલસાડ 10
 • વીવી નગર 10.1

 40 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર