September 21, 2020
September 21, 2020

સુશાંત કેસમાં સનસનીખેજ ખુલાસો, પાડોશી મહિલાએ કર્યો ચોંકાવનારો દાવો

પાડોશી મહિલાના ખુલાસા બાદ સુશાંતના મોતનું રહસ્ય વધુ ઘેરાયું..!

સુશાંતસિંહ રાજપૂતના નિધન અંગે સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસનો પ્રારંભ થતાં એવી આશા બંધાઈ છે કે આખરે સુશાંતને ન્યાય મળશે. તો બીજી તરફ અભિનેતાના મોત મામલે રોજ નવા નવા ભુલા સામ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવે છે. બાન્દ્રામાં સુશાંતની બિલ્ડિંગમાં રહેતી એક પાડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય ઘોળાતું જઈ રહ્યું છે.

સંતા પાડોશમાં રહેતી મહિલાએ દાવો કર્યો છે કે 13 જૂનની રાત્રે સુશાંતના ઘરની લાઈટ બંધ હતી. માત્ર રસોડાની લાઈટ ચાલુ હતી. પડોશીએ કહ્યું કે, સુશાંતના ઘરની લાઈટ બંધ નહોતી રહેતી. મહિલાએ દાવો કર્યો કે, 13 જૂનની રાતે સુશાંત સિંહ રાજપુતના ઘર પર પાર્ટી નહોતી થઈ, આ મામલે કંઈક ગડબડ છે. સૂત્રો અનુસાર, સીબીઆઈ મહિલાની પૂછપરછ કરી શકે છે.

બાંદ્રા સ્થિત ભાડાનાં જે મકાનમાં સુશાંત સિંહ રાજપુતનો મૃતદેહ 14 જુને લટકતી હાલતમાં મળી આવ્યો હતો, પાડોશીમાં રહેતી મહિલાએ ખુલાશો કર્યો છે કે 13 જુનની રાતે લગભગ 10.30 વાગ્યાથી 10.45ની વચ્ચે સુશાંત સિંહ રાજપુતનાં ફ્લેટની તમામ લાઇટો બંધ થઇ ગઇ હતી, માત્ર કિચનની લાઇટ ચાલું હતું, સુશાંતનાં પાડોશીએ એ પણ કહ્યું કે તે રાત્રે સુશાંત સિંહનાં ઘરમાં કોઇ પણ પ્રકારની પાર્ટી યોજાઇ ન હતી.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે પાડોશી મહિલાનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે CBIની ટીમ મહિલાના નિવેદનની તપાસ કરશે. મહિલાના નિવેદન બાદથી સુશાંતના મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે.

 159 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર