શેરબજારમાં નજીવો વધારો, સેન્સેક્સ 177 અને નિફ્ટી 67 પોઇન્ટ વધી બંધ

શેરબજારમાં દિવસના અંતે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 177.51 અંક એટલે કે 0.46 ટકા વધીને 38,862.23 પર અને નિફ્ટી 67.95 અંક એટલે કે 0.59 ટકા વધીને 11,665.95 પર શેરબજાર બંધ થયું છે.

આજે શેરબજારની શરૂઆતમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ 96.73 અંક એટલે કે 0.25 ટકા વધીને 38,781.45 પર અને નિફ્ટી 40.40 અંક એટલે કે 0.35 ટકા વધીને 11,638.40 પર શેરબજાર ખુલ્યું હતુ.

તો બીજી તરફ વ્યાજ દરોમાં ઘટાડા બાદ બેન્કિંગ સેકટરમાં કારોબાર વધવાની શકયતા બાદ રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ છે. આ કારણે ખરીદી થવાથી બેન્કિંગ સેકટરના શેરમાં તેજીનો માહોલ છે.

 28 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર